Newsletter-cum-magazine of Oasis Movement YEAR 7  I ISSUE 18  I Oct 1, 2014

શું આ દિવાળીએ તમારા સ્વજનોને, મિત્રોને ‘મૂલ્યવાન’ ભેટ આપવી છે?

ઓએસિસ પ્રકાશન લાવી રહ્યું છે ચારિત્ર્ય ઘડતરનાં ઉત્તમ પુસ્તકો

Oasis Publications Brings
'Free at Last - The Sudbury Valley School' by Daniel Greenberg
Now in Gujarati

“આખરે... આઝાદ!’

એક અમેરિકન શાળાના અદ્ભુત પ્રયોગોની રોમાંચકારી વાત,
જ્યાં સંપૂર્ણ મુક્તિ અને સ્વતંત્રતા પામી બાળકો ખૂબ ખીલે છે

Message from the Original Author, Daniel Greenberg

A Greeting to the Readers of the Gujarati edition of “Free At Last”

The future of the world depends on the next generation

I was deeply moved to hear that this translation is being published, since the message of this book is a universal one. The future of the world depends on the next generation that is going to school today and in the coming years, and in order for the world to begin to enjoy the peace and brotherhood that it so badly needs, we need that new generation to grow up in an atmosphere of cooperation, respect, trust, self-confidence, creativity and, most of all, the sheer joy of living.

This book describes a school that provides such an atmosphere. Sudbury Valley has existed for almost fifty years, and today there are many schools based on this

model all over the world. Day after day, children in these schools pursue their passions, form relationships, seek out information,

and govern their community. Day after day, these children are blessed with the freedom to design their own lives, and respect the freedom of others to design their lives alongside them.

I hope that the good people of Gujarat, and their fellow countrymen throughout the great country of India, will soon join us in establishing such schools, and will provide a place for their children to be Free At Last.

With blessings and good wishes to you all, and with gratitude for your interest in our book,

Daniel Greenberg
September 19, 2014

‘આખરે... આઝાદ!’નો અનોખો વિમોચન કાર્યક્રમ અને પરિસંવાદ

જેમાં ઉપસ્થિત શિક્ષકો અને આચાર્યો તથા નાગરિકો સાથે બાળકોએ કર્યો વાર્તાલાપ

‘આખરે... આઝાદ!’નો વિમોચન સમારંભ તા.૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ બપોરે ૩ થી ૫ કલાક દરમ્યાન યોજાઈ ગયો જેમાં પુસ્તકનું વિમોચન ઓએસિસ સાથે સંકળાયેલ શાળાઓનાં આચાર્યો અને બાળકોએ કર્યું હતું. પુસ્તક વિમોચન સમારંભ રોટરી હોલ, જૂના પાદરા રોડ, વડોદરા ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં શહેરની કેટલીક શાળાઓના આચાર્યો, શિક્ષકો, વાલીઓ અને બાળકો પણ હાજર રહ્યાં હતાં.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઓએસિસની યુવા પેઢીનાં પ્રતિનિધિઓ અને બાળકોએ કર્યું હતું અને તેમણે પોતાના અનુભવો વહેંચ્યા હતા. પરિસંવાદમાં હાજર રહેલા ઓએસિસ સ્કૂલ્સ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા આચાર્યોએ બાળકોની વાતમાં સાથ પૂરાવતાં પોતાના અનુભવો કહ્યા હતા.

આપણા સૌનું એ સ્વપ્ન હોવું જોઈએ કે સડબરી શાળાનો પ્રાણ
આપણા પ્રદેશની શાળાઓમાં પણ આપણે ફૂંકી શકીએ

“સમરહિલ”ના પ્રકાશન પછી કેળવણીના ક્ષેત્રનું બીજું ક્રાંતિકારી પુસ્તક “આખરે...આઝાદ!” ગુજરાતી ભાષામાં પ્રાપ્ય કરવામાં નિમિત્ત બનવા માટે અમે અત્યંત આનંદ અને રોમાંચની લાગણી અનુભવીએ છીએ.

ઈ.સ.1960ના પાછલા દાયકામાં ડેનિયલ ગ્રીનબર્ગ નામના અમેરિકન ભૌતિકશાસ્ત્રી તેના પોતાનાં બાળકો માટે બોસ્ટન નજીક બાળકોની જરૂરિયાતને અનુકૂળ થાય એવી શાળાની શોધમાં હતા. તેઓ તે શોધી ન શક્યા. તેથી, કેટલાક સરખી માનસિકતા ધરાવતા વાલીઓ ભેગા મળ્યા અને તેમણે મેસેચ્યુસેટ્સના ફ્રામિંગહામ ખાતે સડબરી વૅલી શાળાની સ્થાપના કરી.

સડબરી વેલી સ્કૂલ એવી શાળા છે જ્યાં કોઈ અભ્યાસક્રમ નથી, કોઈ વર્ગો નથી, કોઈ ‘ગ્રેડ’ પદ્ધતિ નથી, કોઈ ગણવેશ નથી, કોઈ ઘંટ નથી વાગતો અને ચીલાચાલુ શાળાની વ્યાખ્યામાં આવતાં કોઈ જ દૈનિક કાર્યો નથી.

આ શાળામાં બાળકોને જવાબદાર નાગરિકો તરીકે જોવામાં આવે છે અને તેમના શિક્ષણની જવાબદારી તેમની પોતાની હોય છે. જ્યાં સુધી બાળકો ન ઇચ્છે ત્યાં સુધી શિક્ષકો તેમનાથી દૂર રહે છે. બાળકો તેમના પોતાના રસના વિષયો શોધી કાઢે છે અને તેમાં ધરખમ રીતે આગળ વધે છે. વિષયો તેમણે જાતે પસંદ કરેલ હોવાથી તેઓ તેને ખૂબ જ સારી રીતે શીખે છે. આથી, બાળકો તેમના પોતાના શિક્ષણના સાચા ઘડવૈયા બને છે.

સડબરી શાળાના પ્રયોગોની વાતો કેટલી રોમાંચક છે! જ્યારે જ્યારે સમાજના આવા પ્રયોગો જાણમાં આવે છે ત્યારે હૃદયમાં ઉલ્લાસ વ્યાપી જાય છે. બધાં રૂઢિવાદી

વિચારો અને પ્રણાલિકાઓને બાજુ પર ફગાવી, કેળવણીના સાચા પ્રયોગો કરનારા આવા જવાંમર્દને જેટલા સલામ કરીએ તેટલા ઓછા છે. આ જ ટોલ્સ્ટૉયે કલ્પેલી સાચી કેળવણી આપતી શાળાનું ઉદાહરણ છે. સમરહિલના રસ્તે ચાલી પડેલી આ શાળા પણ સાબિત કરે છે કે જેને આદર્શોને જ અનુસરવા છે તેને રસ્તા મળી જ રહે છે.

એક આદર્શવાદી આચાર્ય કે શાળાઓના પદાધિકારીઓ અને શિક્ષકોની જગ્યાએ ખુદને મૂકીને જોઉં છું તો મને આ પુસ્તક એટલું મીઠું, એટલું પ્રેરણાજનક, એટલું લોભામણું લાગે છે! જાણે તે આપણને લલકારે છે કે શાળા ચલાવો છો? આદર્શ શાળાનું ઉદાહરણ ઊભું કરવા ઇચ્છો છો? કોઈ સમાધાન વિના બાળકોને સાચી કેળવણી આપવા માગો છો? તો જુઓ, આમ થઈ જ શકે છે! કરીને જુઓ.

હા, હિંમતનું કામ તો છે. સાચી રીતે ચાલતી, બાળકોને વરેલી શાળા બનાવવા ફક્ત બાળકોમાં જ નહીં, બાળકોના વાલીઓમાં પણ ઊંડી શ્રદ્ધા જોઈએ. આપણે પૂરી મક્કમતા અને ધીરજથી પુરુષાર્થ કરીએ તો સાચને સમજનારા અને સાથ આપનારા છેવટે મળવાના જ છે.

આપણા સૌનું એ સ્વપ્ન હોવું જોઈએ કે સડબરી શાળાનો પ્રાણ આપણા પ્રદેશની શાળાઓમાં પણ આપણે ફૂંકી શકીએ. ગીજુભાઈનું પણ આ જ “દિવાસ્વપ્ન” હતું ને?

~ સંજીવ શાહ, ઓએસિસ

પુસ્તકના અંશો:

♦ આ શાળામાં કોઈ નિશ્ચિત પાઠ્યક્રમો અથવા વિભાગો નથી. બધી જ વસ્તુઓ વિદ્યાર્થીઓના રસ સાથે ઉદય અને અસ્ત પામે છે. તેનો અર્થ એમ થયો કે બધા શિક્ષકો ખરેખર સમય સાથે તાલ મિલાવી શકે છે. હરહંમેશ – દરેક બાબતમાં.

♦ બાળકો જે શીખવાના છે તે શીખશે જ, જ્યારે અને જેવી રીતે તેમને શીખવું હશે તેવી રીતે શીખશે – આપણા સારામાં સારા પ્રયાસો કોઈ કામના નથી.

♦ લગભગ બે દાયકા જેટલા સમય દરમ્યાન, સડબરી વૅલીમાં ક્યારેય વાંચન-અક્ષમતા (ડિસ્લેક્સિયા)નો એકેય કિસ્સો જોવા મળ્યો નથી. ચોક્કસપણે કોઈને ખબર નથી કે શા માટે આમ બન્યું. કદાચ એટલા માટે કે અમે ક્યારેય કોઈને પણ વાંચતા કરવાનો કે કેવી રીતે વાંચવું તે શીખવવાનો કોઈ પ્રયાસ કર્યો નથી.

♦ સિદ્ધાન્ત હંમેશાં સરખો જ રહે છેઃ જો કોઈકને કશુંક કરવું છે, તો તેઓ કરે છે. રસરુચિ જ માત્ર મહત્ત્વનાં છે. જો કોઈ પ્રવૃત્તિ કે કામ, વધુ ઉચ્ચ કક્ષાનું હોય તો, કુશળતા મહત્ત્વની બને છે. અલબત્ત, ઘણી બધી બાબતોમાં નાનકડાં બાળકો મોટાં બાળકો કરતાં ઘણી વધુ કુશળતા ધરાવતાં હોય છે.

♦ શાળામાં મોટા ભાગનાં બાળકો, ખાસ કરીને નાનાં બાળકો આખો દિવસ રમવામાં અત્યંત વ્યસ્ત હોય છે. ખાવા કે આરામ કરવાની તેમને ફુરસદ હોતી નથી. મોડી બપોર સુધીમાં, તેઓ બરાબર જમવા માટે અને સરસ મજાનું સૂવા માટે તૈયાર હોય છે. તેમણે દિવસ આખો સખત કામ કર્યું હોય છે એટલે સ્તો.

♦ સડબરી વૅલીમાં કદી ઘંટ વાગતો જ નથી. અહીં “તાસ કે પીરિયડ” છે જ નહીં. કોઈ પણ પ્રવૃત્તિ પાછળ કેટલો સમય ગાળવો તે દરેક સહભાગીની અંદરથી ઊગે છે. તે હંમેશાં એટલો સમય હોય છે જેટલો તે વ્યક્તિ ઇચ્છતી હોય અને જેટલી તેની જરૂરિયાત હોય. તે હંમેશાં યોગ્ય પ્રમાણમાં હોય છે.

બાળકેળવણી અને શાળા સાથે સંકળાયેલી દરેકે દરેક વ્યક્તિએ અચૂક વાંચવા જેવું પુસ્તક

આ દિવાળીએ શિક્ષણ ક્ષેત્રના આપણા મિત્રો માટે આનાથી વિશેષ કોઈ ભેટ હોઈ શકે?!

Launch of New Oasis Publications for Diwali:

હૃદયને ઝંઝોળી મૂકે તેવી અત્યંત પ્રેરણાદાયી વાર્તાઓ અને પ્રસંગોનો સમૂહ એટલે

“જીવનની ભેટ”

ઓએસિસ પબ્લિકેશન લાવી રહ્યું છે “જીવનની ભેટ” શ્રેણીનો ભાગ ત્રીજો

શું કરીશું? શું થશે?

જંગલમાં એક હરણનાં પેટમાં બચ્ચું હતું અને તે બચ્ચાને જન્મ આપવાની તૈયારી કરતું હતું. તેણે જોયું કે એક વિશાળ ધસમસતી નદીની પાસે આવેલ એક ઘાસનું મેદાન તેના હેતુ માટે સલામત રહેશે. અચાનક તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ.

બરાબર એ જ સમયે આકાશમાં ઘેરાં, કાળાં વાદળો છવાઈ ગયાં. વીજળીના પડવાથી જંગલમાં આગ શરૂ થઈ ગઈ. હરણે ડાબી બાજુ જોયું તો એક શિકારી ધનુષ્યમાં તેની તરફ બાણ તાકીને ઊભો હતો. તેની જમણી બાજુ એક ભૂખ્યો સિંહ તેના તરફ આવી રહ્યો હતો.

હવે આ હરણ શું કરશે? તેને તો પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ છે! હવે શું થશે?

શું હરણ બચશે?

શું તે બચ્ચાને જન્મ આપી શકશે? શું બચ્ચું પણ જીવી શકશે?

કે પછી જંગલની આગમાં બધું બળીને ખાક થઈ જશે?

કે પછી હરણ શિકારીના તીરનો ભોગ બની જશે?

કે પછી હરણ અને તેનું બચ્ચું ભૂખ્યા સિંહના હાથે ખોફનાક મૃત્યુને ભેટશે?

હરણની એક તરફ જંગલની આગ છે અને બીજી તરફ છે ધસમસતી નદી; ત્રીજી તરફ શિકારી છે તો ચોથી તરફ ભૂખ્યો સિંહ — ચારેબાજુથી તે ઘેરાઈ ગયું છે.

હવે હરણ શું કરી શકે?

તમને શું લાગે છે?

બે ઘડી વિચાર કરીને કલ્પના કરો. પછી આગળ વાંચો.....

(હૃદયસ્પર્શી વાર્તાઓના સંગ્રહમાંની એક વાર્તાની ઝલક)

ઓએસિસ પ્રકાશનમાં સૌ પ્રથમ વાર ચિંતનપોથી કાવ્યોની ભાષામાં

ચારિત્ર્ય-ઘડતરના શાશ્વત સિદ્ધાંતોને કાવ્યોની ભાષામાં ઉજાગર કરતી અનેરી ચિંતનપોથી

“જીવન-કાવ્યોની ભેટ”

(મહાન જીવન કાવ્યોની એક ઝલક આપતી કેટલીક પંક્તિઓ)

ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી
તેથી બધા કહે છે જમાનો ખરાબ છે.
~ મરીઝ

કોની તું વાત સાંભળી, થંભી ગયો, રાહી?
તું ચાલ, એક સાંભળી અંદરની ગવાહી.
~ મકરંદ દવે

જે દિવસે મૃત્યુ તારું બારણું ખખડાવશે,
ત્યારે તું તેને શી ભેટ ધરીશ?
હું તેને કદાપિ ખાલી હાથે પાછું નહીં ફરવા દઉં.
ધરીશ મારા અતિથિને મારા જીવનનું સભર પાત્ર.
~ રવીન્દ્રનાથ ટાગોર (અનુ. શૈલેષ પારેખ)

કિસ્સો કેવો સરસ મજાનો છે,
બેઉ વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારા તરફ નમ્યાંનું તને,
મને આનંદ ઊંચે ગયાનો છે.
~ મુકુલ ચોકસી

ઓએસિસ પ્રકાશનોની ઝાંખી

ઓએસિસ પ્રકાશનોની સંપૂર્ણ સૂચી માટે તથા
ઓએસિસ પ્રકાશનો પર દિવાળી નિમીત્તના ખાસ વળતર વિશે જાણવા અહીં ક્લિક કરો.

 

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Hiral Patel

Kshama Kataria

Mayuri Gohil

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Shrey Shah

To View Alive Archives, Please Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.